Jump to content

logo


your security

Your security

તમારી સુરક્ષા

અમારા કર્મચારીની ઓળખ.

અમે તમારી અંગત સલામતીને ઘણી ગંભીરતાથી લઇએ છીએ. અમે કર્મચારીગણના દરેક સભ્યને ઓળખપત્ર આપીએ છીએ, અને અમારા ઠેકેદારો પાસે તેઓ જે કંપની માટે કામ કરે છે તે દર્શાવતું ઓળખપત્ર હશે. આ સેન્ટ્રલ નેટવર્કસમાંથી હોવાનો ખોટો ઢોંગ કરતા નકલી માણસોને તમારા ઘરમાં પહોંચવા દેવાનું જોખમ ઘટાડવા માટે છે.

ઓળખપત્રમાં સેન્ટ્રલ નેટવર્કસના કર્મચારીનું નામ, ઓળખપત્ર સમાપ્તિની તારીખ, તેઓનો રંગીન ફોટો, અને સૌથી અગત્યનો મફતમાં ફોન કરી શકાતો ટેલીફોન નંબર હશે જો તમને તેઓની ઓળખ માટે કોઇ પણ શંકા હોય. આ મફતમાં કરી શકાતો ફોન નંબર 0800 051 5686 છે.

તમારા દરવાજે આવનાર માણસ પ્રમાણિક છે તે કેવી રીતે પાકું કરવું.

અમારા કર્મચારીગણ તેઓની ઓળખ પાકી કરવામાં ખુશ થશે અને જ્યાં પણ શક્ય હોય, તેઓ સેન્ટ્રલ નેટવર્કસમાંથી છે તેવું દર્શાવતા કપડાં તેઓએ પહેર્યા હશે. અમારા ઠેકેદારોએ જે કંપની માટે તેઓ કામ કરતા હોય તે દર્શાવતા કપડાં પણ પહેર્યા હશે. અમારી બધી વાન વાહનો સેન્ટ્રલ નેટવર્કસ કહેશે અને સામાન્યપણે અમારા ઠેકેદારોના વાન વાહનોમાં સેન્ટ્રલ નેટવર્કસના હિતમાં કાર્યરતચિહ્ન હશે.

જ્યારે તમે અમારા કર્મચારીગણના સભ્ય માટે તમારો દરવાજો ખોલો, તેઓ તેઓની પોતાની ઓળખ આપશે, તેઓનું ઓળખપત્ર બતાવશે અને તેઓની મુલાકાતનો હેતુ સમજાવશે.

જો તમને તેઓ પ્રમાણિક છે કે નહીં તે વિશે કોઇ શંકા હોય, તો કૃપા કરીને મુલાકાતીનું ઓળખપત્ર તપાસો:

·     શું દરવાજે ઉભેલા વ્યક્તિનો ફોટો છે?

·     શું કાર્ડ કોઇ પણ અનધિકૃત રીતે ફેરફાર કરાયેલું છે?

·     શું કાર્ડ તારીખની અંદરનું છે?

·     શું કપડાં અને/અથવા વાન પરનો લોગો મળતો આવે છે?

જો તમે અમારા કર્મચારીની ઓળખ વિશે ચિંતિત હો, તો કાર્ડની પાછળ જણાંવેલાં ઓળખ યથાર્થ ઠરાવવા ટેલીફોન નંબર પર ફોન કરો. આ 0800 051 5686 છે. અમારા કર્મચારી બહાર રાહ જોવા ખુશ હશે જ્યારે તમે ફોન કરો. જ્યારે તમે ફોન કરતા હો ત્યારે તમારા દરવાજાને તાળુ મારવાનું હંમેશા યાદ રાખો.

અમે અમારી ડેટાબેઝ તપાસીશું અને કાર્ડ પર બતાવેલા અમારા કર્મચારીની ઓળખ પાકી કરીશું.    
 
રદબાતલ ઓળખપત્ર વિના તમારા ઘરમાં ક્યારેય કોઇને આવવા દેશો નહીં.

 


Back to top