E.ON IS UK
”ઇ.ઓન ઇઝ યુકે”
”ઇ.ઓન ઇઝ યુકે” એ ઇ.ઓન યુકેને વહેંચેલી આઇટી સેવા પૂરી પાડનાર છે. 1, જાન્યુઆરી 2006 થી ઇ.ઓન ઇઝ યુકેએ ઇ.ઓન યુકે માટે આઇટી સેવા પૂરી પાડનાર તરીકે કામ કર્યુ છે.
કંપની ઇ.ઓન યુકે પીએલસી (49%) અને ઇ.ઓન ઇઝ જીએમબીએચ (51%) વચ્ચેનું સહિયારુ સાહસ છે. ઇ.ઓન યુકે માટે કોવેન્ટ્રીમાં 300 કર્મચારીઓ અને બીજા સેવા કેન્દ્રો આઇટી સેવાઓ પહોંચાડે છે.
ઇ.ઓન ઇઝ, ઇ.ઓન સમુહની અંદર તેના પાયાના ગ્રાહકને આઇટી માળખું અને એપ્લિકેશન સેવાઓની પૂરી શ્રેણી પૂરી પાડે છે.
રોઝ ટેલર – મેનેજીંગ ડાઇરેક્ટર, ઇ.ઓન ઇઝ યુકે લિમિટેડ
રોઝ સેવા કંપની ઇ.ઓન ઇઝ યુકે લિમિટેડ માટે, વહેંચેલા આઇટી માળખા અને એપ્લિકેશન સેવાઓ દ્વારા ગ્રાહક સંતોષ પૂરો પાડવા જવાબદાર છે.
રોઝ ઇ.ઓન જૂથમાં 1996 માં જોડાયા અને આખી કંપનીમાં સંખ્યાબંધ આઇટી આગેવાનીના પાત્રો ભજવ્યા છે. સમુહમાં જોડાતા પહેલાં રોઝે બ્રિસ્ટોલ યુનિવર્સિટીમાંથી ભૌતિક શાસ્ત્રમાં બીએસસીની ગ્રેજ્યુએશનની પદવી મેળવ્યા પછી આરોગ્ય સેવા સાથે કામ કર્યુ.
